Education Cess Grant

શિક્ષણ ઉપકર ગ્રાંટ

આ યોજના રાજય સરકારશ્રી તરફથી સને ૧૯૬૨ થી અમલમાં મુકવામાં આવેલ છે અને આ યોજના નગરપાલિકા અને મહાનગરપાલિકા બન્નેને લાગુ પડે છે. આ યોજના હેઠળ રાજયમાં પ્રાથમિક શિક્ષણને ઉત્તેજન આપવા માટે નગરપાલિકા/મહાનગરપાલિકાઓને નાણાંકીય સહાયની જોગવાઇ કરવામાં આવે છે. ગુજરાત શિક્ષણ ઉપકર અધિનિયમ-૧૯૬૨ અનુસાર શહેરી વિસ્તારોમાં જમીન તેમજ મિલ્કતો ઉપર ઉપકર ઉઘરાવીને વસુલ કરવામાં આવેલ કરનો ભાગ સ્થાનિક સંસ્થાઓને શાળાઓ અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે આપવામાં આવે છે. આ યોજના હેઠળ સ્થાનિક સંસ્થાઓ પ્રાથમિક શિક્ષણને ઉત્તેજન આપવા માટેના મુડીજન્ય કામો કરી શકે છે. આ યોજના હેઠળ ફાળવવામાં આવેલ નાણાંકીય સહાય ૧૦૦ ટકા અનુદાન તરીકે ગણવામાં આવે છે. આ યોજના હેઠળ શિક્ષણની જવાબદારી સંભાળતી નગરપાલિકાઓને વસુલ થયેલ શિક્ષણ ઉપકરના ૮૫ થી ૧૦૦ ટકા સુધીની ગ્રાંટની ફાળવણી નગરપાલિકા/મહાનગરપાલિકાની કરવેરા વસુલાતની ટકાવારી ધ્યાનમાં લઇ કરવામાં આવે છે. તેમજ જે નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓ શિક્ષણની જવાબદારી સંભાળતી ન હોય તેમને વસુલ થયેલ શિક્ષણ ઉપકરના ૫ ટકા અનુદાન તરીકે આપવામાં આવે છે અને ૬૫ ટકા સબંધિત જિલ્લા પંચાયતને શૈક્ષણિક પ્રવૃત્તિને ઉત્તેજન આપવા / વિકાસ કરવા માટે આપવામાં આવે છે.

 

ક્રમ

તારીખ

વિષય

૨૩-૦૩-૧૯૯૨

ગુજરાત શિક્ષણ ઉપકર અધિનિયમ - ૧૯૬૨ મુજબ શિક્ષણ ઉપકરની રકમ સરકારી નિજોરીમાં જમા કરવાની મુદત તથા વ્યાજ / દંડનીય વ્યાજના દર બાબત

૧૫-૧૦-૧૯૯૨

શિક્ષણ ઉપકરની વસુલાત પેટે મહાનગરપાલિકા / નગરપાલિકાઓને આપવામાં આવતા સહાયક અનુદાનના ધોરણો સુધારવા બાબત

૧૫-૦૭-૧૯૯૫ 

ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને ચુકવવામાં આવતાં અનુદાન (ગ્રાંટ ઇન એઇડ કોડ હેઠળ)ના ધોરણો નકકી કરવા માટે ઠરાવોને એકત્રિત કરી સંકલિત ઠરાવ બહાર પાડવા અંગે.

 

 

શિક્ષણ ઉપકર ગ્રાંટનો દરખાસ્તનો નમુનો

PDF

MSWORD

 

 

વર્ષ ૨૦૧૮-૧૯માં મળવાપાત્ર ગ્રાંટ / ચુકવેલ ગ્રાંટ

 

SSL Certificates