Buniyadi Mudi Pagarbhattha Grant

બુનિયાદી મુડી પગાર ભથ્થા ગ્રાંટ

આ યોજના સને ૨૦૦૧-૦૨થી શરૂ કરવામાં આવેલ છે. તે અનુસાર આ યોજના હેઠળ નગરપાલિકાના કર્મચારીઓના પગાર ભથ્થા/મહેકમ ખર્ચ વિગેરે માટે નાણાંકીય સહાય પુરી પાડવામાં આવે છે. સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૨૧-૦૬-૨૦૧૨ના ઠરાવથી રાજયની નગરપાલિકાઓને બુનિયાદી મુડી/પગાર ભથ્થાની ગ્રાંટ ફાળવવા અંગેના ધોરણોમાં નીચે જણાવ્યા મુજબ સુધારો કરવામાં આવેલ છે.

(૧)    વર્ષની વસુલ થયેલી મિલ્કત વેરાની રકમની ટકાવારી મુજબ મળવાપાત્ર ગ્રાંટ

ક્રમ

વસુલ થયેલ મિલ્કત વેરાની રકમની ટકાવારી

નગરપાલિકાના મંજુર અને માન્ય મહેકમ ખર્ચની રકમના આધારે મળવાપાત્ર અનુદાનનો દર

૧.

૮૦ ટકાથી વધારે વસુલાત

૫૦ ટકા

૨.

૬૦ ટકા થી ૮૦ ટકા સુધીની વસુલાત

૪૦ ટકા

૩.

૬૦ ટકાથી ઓછી વસુલાત

૩૦ ટકા

 (ર)     વર્ષ ૨૦૧૧ની વસ્તીના આંકડાને આધારે માથાદીઠ રૂ.૬૦/-ની ગ્રાંટ ચુકવવામાં આવે છે.

ઉપરોકત ધોરણો (૧) અને (ર) પૈકી જે રકમ વધારે થાય તે મુજબની ગ્રાંટ બુનિયાદી મુડી અને પગાર ભથ્થાં ગ્રાંટ તરીકે રાજયની નગરપાલિકાઓને ચૂકવણી કરવાનું ઠરાવવામાં આવેલ છે. ઉકત ઠરાવમાં જણાવ્યા મુજબ આ નવા ધોરણોનો અમલ તા.૦૧-૦૪-૨૦૧૨થી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ નગરપાલિકાઓને આપવામાં આવેલ રકમ ૧૦૦ ટકા અનુદાન તરીકે ગણવામાં આવે છે.

 

 

ક્રમ

તારીખ

વિષય

૧૫-૦૭-૧૯૯૫ 

ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને ચુકવવામાં આવતાં અનુદાન (ગ્રાંટ ઇન એઇડ કોડ હેઠળ)ના ધોરણો નકકી કરવા માટે ઠરાવોને એકત્રિત કરી સંકલિત ઠરાવ બહાર પાડવા અંગે.

૨૩-૧૧-૨૦૦૪

મહેકમ ખર્ચની ટકાવરી બાબત.

૨૧-૦૬-૨૦૧૨

રાજયની નગરપાલિકાઓને બુનિયાદી મુડી / પગાર ભથ્થા ગ્રાંટ ફાળવવા અંગે

૧૩-૧૨-૨૦૧૮

રાજયની નગરપાલિકાઓના બુનિયાદી મુડી / પગાર ભથ્થા ગ્રાંટ ફાળવવાના ધોરણોમાં ફેરફાર કરવા બાબત.

   

બુનીયાદી મુડી પગાર ભથ્થા ગ્રાંટની દરખાસ્તનો નમુનો

PDF

MSWORD

    વર્ષ ૨૦૧૮-૧૯માં મળવાપાત્ર ગ્રાંટ / ચુકવેલ ગ્રાંટ

 

SSL Certificates