Professional Tax Grant

   મહાનગરપાલિકા / નગરપાલિકાઓને ૫૦ ટકાના ધોરણે નાણાંકીય સહાય ગુજરાત નાણાંપંચના અહેવાલમાં થયેલ ભલામણો અન્વયે રાજય સરકારશ્રીએ રાજયની શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારમાં વસૂલ થયેલ વ્યવસાય વેરાની આવકમાંથી ૫૦% રકમ રાજયની શહેરી સ્થાનિક સંસ્થાઓને ફાળવવાનું નક્કી કરેલ છે અને તે માટે અંદાજપત્રમાં કરેલ જોગવાઇ મુજબની રકમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના હવાલે મૂકવામાં આવે છે.

   યોજનાઓની ગ્રાંટની રકમ સરકારશ્રીએ નક્કી કરેલ ધોરણો પ્રમાણે સ્થાનિક સંસ્થાઓને ફાળવવામાં આવે છે અને તેનો ઉપયોગ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૧-૧૨-૨૦૦૯ના ઠરાવની જોગવાઇઓ મુજબ શહેરી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના વિસ્તારમાં વિકાસના કામો માટે કરવાનો રહે છે.

   સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૩-૪-૨૦૧૮ના ઠરાવથી સરકારશ્રીએ પ્રાદેશિક સ્તરે રાજયની નગરપાલિકાઓને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ ૬ (છ) ઝોનમાં વિભાજીત કરીને નવી ૬ (છ) પ્રાદેશિક કમિશ્નરશ્રીઓની કચેરીઓની રચના કરેલ છે. તે મુજબ સદરહુ ગ્રાંટની દરખાસ્તોની વહીવટી મંજુરી પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરીઓ પાસેથી મેળવવાની રહે છે અને મહાનગરપાલિકાના કિસ્સામાં સબંધિત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીની વહીવટી મંજુરી મેળવવાની રહે છે. 

 

 

ક્રમ

તારીખ

વિષય

૧૧-૧૨-૨૦૦૧

ગુજરાતની નગરપાલિકાઓ / મહાનગરપાલિકાઓને સબંધિત ગુજરાત નાણા પંચના ત્રીજા (આખરી) અહેવાલના અમલ અંગે

૧૫-૧૦-૨૦૦૩

સને ૨૦૦૩-૦૪ ના વર્ષ ૨૦૦૩-૦૪ ના વર્ષ માટે વ્યવસાયિક કરની ગ્રાંટની ફાળવણી કરવા બાબત

૦૮-૧૧-૨૦૦૪

પાણી (પકર અધિનિયમ, ૧૯૭૭ હેઠળ નગરપાલિકાઓએ ભરવાની થતી ઉપકરની રકમની વસુલાત બાબત

૧૧-૧૨-૨૦૦૯

રાજ્યની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓને ચુકવવામાં આવતા અનુદાના ધોરણો નક્કી કરવા અંગે

 વર્ષ ૨૦૧૮-૧૯ 

૨૮-૦૩-૨૦૧૯

નગરપાલિકા - ગ્રાંટ ફાળવણીનો દફતરી હુકમ

૨૮-૦૩-૨૦૧૯

મહાનગરપાલિકા - ગ્રાંટ ફાળવણીનો દફતરી હુકમ

SSL Certificates